ખુદા કહુ કે કહુ પરમેશ્વર કે કહુ ભગવાન કે ગોડ,
કહુ ચાહે કંઈ પણ પણ હર એક મર્જ નો તુ તોડ.
હું માંગુ અને તુ આપે એ માંગ નો નહી મને મોહ,
મને તો જે ના મળે મનથી એની સામે જ વીદ્રોહ,
ભલે તુ હોય સર્વ કે અણું કે તત્વ મને નહી કો ચાહ,
હું તો ઝંખુ તુજ પ્રીત અને પ્રતીતી ની નીર્મમ રાહ.
ભગવા-ભુવા ને ભુત-ભભૂત ના તુત છે અસુરી દાહ,
ના રહે બદી-કુકર્મ કદાપી જો તુ કરે સર્વે ને આગાહ
માનવ જીવે જનમ્યા તો પણ દુખ ના અધીક માહ,
બસ હવે તો રુવે આત્મો મારો પામવા ને સ્મશાન્ગાહ.
