"આખરી સંદેશ"
કોલેજ ના છેલ્લા દીવસો ની વાતો વાયુવેગે કાને અથડાઇ રહી છે ને દીલના ઉંડાણમાં હળવી ચુભન અનુભવાઇ રહી છે. મીત નું મન જાણે કોઇ રીમોટ થી ચાલતુ હોય એમ બસ શ્વેતાની યાદોની ભ્રમણકક્ષામાં જ ભમી રહ્યુ છે. શ્વેતા નો તો ખબર પણ નથી કે આ એકદમ ક્ષમ્ય ને શાંત પ્રક્રુતી ધરાવતા સહજ વ્યક્તીત્વનો માલીક મીત મનોમન તેના માટે પ્રેમઘારાઓ વહાવી રહ્યો છે. આખરી દીવસો હોઇ યુવા હૈયાઓની ઉતેજનામાં જાણે ત્સુનામી આવી હોય એમ બધા જ યુવા હૈયાઓ ખુબ જ મસ્તી અને આનંદના આવેગમાં મહાલી રહ્યા છે. કોઇ થોડા દીવસોમાં બાકી ભણતર ને આખરી ઓપ આપવા માંગે છે તો કોઇ પોતાની જીંદગી કોઇ ની યાદોમાં વીતાવા પોતાની જાત ને સમજાવી રહ્યુ છે તો કોઇ પોતાને પ્રેમમાં તરબોળ કરી પુર્ણ રુપે આખી જીંદગી બસ થોડા જ દીવસોમાં જીવી જવા માંગે છે. બધા જ પોત-પોતાનામાં વ્યસ્ત છે. સંપુર્ણ યુવાઘન એક-એક પલ ને ઉપયોગવામાં મશગુલ છે. મીત ની શાંત પ્રક્રુતી નું શીતળ મન જાણે કોઇ વમળ બની શ્વેતાને પામવાની ઘેલછામાં વલોવાઇ રહ્યુ છે. મીતના મનની આકુળતા તેને જ વ્યાકુળ બનાવી જાણે કોઇ છીછરા પાણીમાં ડુબાડી રહી છે. આએ અહેસાસ ને અનદેખ્યો કરી મીત પ્રેમકીનારા ને પામવા ભણતર ની નાવડી પણ છોડવા નથી માંગતો અને, બસ આજ ગડમથલમાં અડગ ડગલાનો મીત પ્રેમ ના એકરાર નો સમય ખોઇ બેસે છે. અને શ્વેતા તો જાણે એક પલકવાર નું સપનું બની મુગજળ સમી આંખો સામેથી ઓજલ થઈ ગઈ. મીત મનોમન પોતાની જાત ને દોષી માની કોસતો રહે છે કે કેમ પોતે એ હીરણી જેવી શ્વેતાના પ્રેમનો એકરાર કરવામાં મોડો પડ્યો અને પોતાના સપનાની દુનીયાં જાણે કોઇ માટીનો મહેલ હોઇ એમ હતી ના હતી થઈ ગઈ. હવે તો બસ એની અમ્રુતમય આંખો યાદ છે અને યાદ છે તો એનું બીનધાસ્ત વ્યક્તીત્વ. હવે તો બસ રોજનીશીનાં કામોમાં પરોવાયા પછી શું જીંદગી કે શું સપનાઓ કે શું આશાઓ કંઈ જ મીતના પલ્લે પડતુ નથી. અથાગ મહેનત માં જાત ને પરોવી રાખી છે અને એજ વ્યસ્તતા શ્વેતાની યાદો ના વાવાઝોડા થી પોતાને શક્ય એટલો દૂર રાખી રહી છે. શરુઆત તો ઘણી જ કઠોર હતી અને સૌમ્ય પ્રક્રુતી ધરાવતો મીત હવે પોતાની જાત સાથે પણ કઠોર બની ચુક્યો છે. એના જીવનમાં ના તો હવે કોઇ સ્નેહ કે ઉત્સાહ છે કે નથી કોઇ જ અંતર ની ઇચ્છાઓ. એને મન હવે જીંદગી એક મજલ છે જે કોઇ પણ સ્વરુપે ચલીત છે અને કોઇ પણ ભોગે આગળ ચાલવુ એ જ એનો સ્વભાવ છે. ધીરે ધીરે મહીનાઓ વહેતા ચાલ્યા અને હવે તો વર્ષોના પણ વહાણા વહી ચુલ્યા છે. મીત બસ હવે આ ચલીત જીંદગી ના આખરી મુકામની રાહમાં યંત્રમાફક સંવેદનાહીન બની ચુક્યો છે. કોઇ જ ચીજો કે વ્યક્તીઓ સાથે કોઇ ખાસ સ્નેહબંધનો રહ્યા નથી. એજ દીવસ ઉગ્યે કામ પર જવુ અને દીવસ ના આથમ્યે કામથી પરત ફરી કહેવાતા ઘર જેવા મકાનમાં રાતવાસો કરી ને ફરીથી એજ ક્રીયાઓ દોહરાવવી એ જ જાણે એક માત્ર તેની જીવાદોરીની પગદંડી બની ચુકી છે. અથાગ મહેનત અને પોતાની જાત સાથે ની જ કઠોરતા હવે શરીરને સ્પર્શી રહી છે. આંખો કાળા કુંડાળાઓમાં કેદ બની છે. શરીર જાણે કોઇ લાંબો પથ કાપી ને શીતળ છાંયડાનો વીસામો જંપી રહ્યુ છે. આત્મા જીવીત હોવા છતા પરમાત્મા સાથે ના મીલનને સ્વેચ્છાએ ઇચ્છી રહી છે. કોઇ જ લાગણી કે સ્નેહના સંબંધો ના હોઇ દિશાહીન જીંદગી આંધળી થઈ દરબદર ભટકી રહી છે. જીંદગીનાં આ રફ્તારમાં ૫૬મું વર્ષ વહી ચુક્યુ છે અને ૫૭મું વર્ષ આંગણે આવી ઉભુ છે. જેનો મીત ને મનેકમને સ્વીકાર કરવો જ પડ્યો. ૫૭માં વર્ષમાં ૩ મહીનાં પસાર થઈ ચુક્યા છે. નીવ્રુતીનાં એધાંણ કામ અને શરીર બન્નેવ તરફથી પણ મળી રહ્યા છે. એક સવારે આંખો મચળતો મચળતો મીત ઉઠ્યો અને દરવાજે કોઇ ના ટકોરા પડ્યા. અધખુલી આંખોને પરાણે ખોલી મીત દરવાજા તરફ વળ્યો અને દરવાજો ખોલ્યો. સામે જ ગાંધી ટોપી અને ખાખી પરીધાનમાં સજ્જ પોસ્ટમેન નેં જોઇ ને થોડી વાર તો શૂન્યાવકાશ બન્યો. પોસ્ટમેન પણ જાણે મીત ની પીડા એની આંખોમાં વાંચી રહ્યો હોય એમ થોડી વાર ઉભો રહ્યો. મીત પોતાની જાતને સંભાળી સ્વસ્થ થાતા બોલ્યો જી સાહેબ કહો. પોસ્ટમેન જાણે મીતના મનને વાંચી રહ્યો હોય એમ કંઇપણ બોલ્યા વીના જ હાથને આગળ લંબાવી મીત ને એક પત્ર થમાવી રસ્તા પર દ્રશ્યમાન થતો બંધ થયો. મીત દરવાજો બંધ કરી બાજુના ટેબલ પરથી ચશ્મા ઉઠાવી આંખો ચોળી ને પત્ર ખોલીને ખુરશીમાં બેસ્યો. જીણી આંખો સાથે પત્ર નો પહેલો શબ્દ વાંચ્યો જેમાં લખેલું હતુ “ડીયર મીતુ” આટલું વાંચતાની સાથે જ મીતની જીણી આંખો એકદમ જ ખુલી ગઈ અને વધુ બારીકાઇ થી પત્રનાં શબ્દોને વાંચવા લાગી. મીત જાતે તો કંઈ જ બોલી ના શક્યો પણ એની આંખો મૌન રહીને પણ આંસુઓની ભાષાઓ દ્વારા એક-એક શબ્દમાં તેની વ્યથા વર્ણવવા લાગી. આંખોનાં ખુણામાં બાજેલા આંસુઓ હવે અશ્રુઘારા નું સ્વરુપ લઈ ચુક્યા હતા. શ્વાસોશ્વાસની ક્રીયા પણ તીવ્ર બની ચુકી હતી. હ્રદય પણ ગતીમાન બન્યું અને ધબકારાઓ પણ જાણે કોઇ ગતીમાન ટ્રેન ની જેમ અવાજો કરી રહ્યા હતા. ગળામાં બાજી ગયેલો ડુમો હળવો પડ્યો. હ્રદયની ગતિ પણ થોડી સામાન્ય થઈ ને ઉચ્છાસમાં પણ હવાની જગ્યા હવાને બદલે ઠંડા નીસાસાઓએ લીધી. સમયની ધારા જેમ જ પેલો પત્ર મીતના હાથમાંથી સરકી રહ્યો હતો. અશ્રુભીની આંખો ખાસ તો કંઈ વધુ વાંચી ન શકી પણ ફક્ત પત્ર ની છેલ્લી થોડી લીટીઓ ને સમજી શકી જેમાં લખેલું હતું કે “મીત કોલેજ માંથી છુટ્ટા પડ્યા પછી મને તારા પ્રેમ નો જાણે કોઇ કુદરતી સંદેશો મળ્યો હોય એમ તારા પ્રેમનો ખ્યાલ આવ્યો અને હું પણ તને પ્રેમ કરતી હોઇ તને બધે જ શોઘતી રહી. તારો કોઇ જ જગ્યાએ પતો ન લાગ્યો. હું જીંદગીભર તને અને તારા પ્રેમ ને પામવાને જુરતી રહી અને નીરાશા પામ્યા વગર તને પોતાના મહીં જીવીત રાખી પ્રેમ કરતી રહી પણ આજે મારુ જીર્ણ શરીર કેન્સર નું શીકાર બની ને મ્રુત્યુંને પામી રહ્યું છે. ભલે જીંદગી આખી તારુ સરનામું ના મળ્યું છતા પણ હું પ્રભુની ખુબ જ કર્જદાર છું કે આજે તારુ સરનામું મળ્યું અને આ પત્ર લખું છું ત્યારે મારી પાસે જીવવાને હજી પણ ૪૮ કલાકો વધ્યા છે, શક્ય છે કે તને આ પત્ર મળે ત્યારે હું આ દુનીયામાં ન હોઊં.” આટલું જ વાંચી મીત પત્ર પુરો ન કરી શક્યો અને પત્ર ની કવર પર બે દીવસ પહેલાની તારીખ જોઇ થોડીવાર દીગ્મુઢ બની રહ્યો અને પત્ર હાથમાંથી જેમ સરકી રહ્યો હતો તેમજ મીતનો આત્માં પણ એના શરીરમાંથી સરકી રહ્યો હયો. આ બાજુ પત્ર ઉડીને દીવાલે ચોંટ્યો અને પેલી બાજુ મીતનું શરીર નીશ્ચેત બની ચુક્યું હતું. નોંધ :- વાર્તા લખવાનો મારો આ પહેલો પ્રયાસ હોઇ જોડણી ભુલો અને શબ્દ ભુલો તેમજ વાક્યરચનાની ભુલો મને નીશ્ચીતપણે કહેશો. આપના સુચનો અને પ્રતીભાવો મને વધુ સારુ લખવાને સક્ષમ બનાવશે. |
27 એપ્રિલ, 2016
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)