24 મે, 2011

હૈયાવરાળ


મારી પ્રેમીકા તો છે દરીયા ને પેલે પાર,
તો યે હજી પણ હદય મારુ ચુકે છે ધબકાર.

જો તુ ચાહે છે કોઇ ને તારા આત્માની ઉંડાઇ થી,
તો તું પામીશ એને હંમેશ એકદમ કઠીનાઈ થી.

કોણે વ્યાખ્યુ કે જેના છે જુદા અન્ન એના જુદા મન,
આ કહેનારને જરૂર થઈ હોવી જોઇએ કોઇ અન-બન. 

આજકાલ ના આ તરંગી યુવાનો નો ક્ષણ-ભંગુર પ્યાર,
જાણે માંડી હોય હાટડી દીલ ના વેપાર ની ભર બજાર.

પ્રેમ ની યાચના અને સ્નેહ ના સુરો નો છે ખરો હકદાર તુ,
પણ ભુલથી પણ ના કરીશ એમાં બેવફાઈ ની ભરમાર તુ.

પ્રેમની ઊષ્મા તો જાણે છે  જીવન રુપી કાયા નો અનમોલ પ્રાણ.
જો એ ગયો હાથથી એક વાર તો સમજો મોત સન્મુખ મહાપ્રયાણ.
------------------------------------------------------------------------------ J A X


યાદ ની ફરીયાદ


તણાયો છુ તારી યાદો ના વહેણમાં,
તોયે હજી બોલુ છુ હું તારી તરફેણમાં.

શું અનેરી મઝા અને સઝા છે પ્રેમ માં સળગવાની,
ચાહે લાખો-કરોડો ખર્ચો પણ એ ફરી નહી મળવાની.

સ્નેહ ના તાંતણે બંધાયેલો મારા સ્વાસ નો સેતુ,
તુ હર-હમેંશ રહે ખુશ બસ એ એક જ મારો હેતુ.

કોણ કહે એમને કે આ તો મારો પ્યાર છે. નાદાન,
બાકી કેમ કહું કે તુ નથી મારા પ્યાર ની કદરદાન.

હશે કદાચ મારી લાગણી તારા એક સ્વપ્ન એક યાદ સમી,
કોઇ ચાહે કંઈ પણ કહે તો પણ આ આંખ ને ફક્ત તુ જ ગમી.

તુ ચાહ બની ને આંખમાં વસી અને અમી બની હોઠો પર નમી.
આજ પણ આ સમ્રાટ તારા પ્રેમ ખાતર બેઠો છે એક ફકીર બની.
-------------------------------------------------------------- J A X

20 મે, 2011

તુ અને હું

એક તુ
એક હું


તુ અને હું
થયુ બહુ


હવે તો તુ મારી અને હું તારો.
આવ જીવીએ સાથે આ જન્મારો.


કાલ ની શી ખબર શું છે તકદીરમાં.
આવ આ પળો માણીએ પરમપ્રીતમાં.


શું થયુ જો આ અંગો ના મળે એકમેકમાં.
ચાહે ભલે ને હોય જુદાઇ વીધાતા ના લેખમાં.


આપણી કહાની તો છે પંખીઓ ના ગીતમાં.
ભલે ને થઈ જાઇએ ફના આ દુનીયાની રીતમાં.
------------------------------------------------ J A X


14 મે, 2011

જીંદગી


તુ આવીને એક સપનુ બની,
જીંદગી મારી થોડી મીઠી બની.

તુ હતી તો હતી ખુદા ની રહેમ,
હવે તો જીવુ છુ એવો છે વહેમ.

ના માંગી હતી મે તને ખુદા પાસે,
હવે તો જીવન છે તારા જ આભાસે.

તુ હતી તો જીંદગી હતી આશા નું જંગલ,
હવે તો છે ખાલી તારી યાદો નું દલદલ.

ટુંક સમય નો જે મળ્યો તારો સાથ,
જે બની ગયો મારા જીવન નો સંગાથ. 


खुदाइ


वाह रे खुदा क्या मस्त है तेरी खुदाइ,
तु दे ना पाया कुछ ओर सीवा जुदाइ.

ए खुदा अगर तु होता मेरी जगाह,
तो तु मांगता मुजसे इसकी वजाह.

पर मे नही इतना बेगैरत
ये सुन के होगी तुजे हैरत

तु दे दर्द या तु जीतना भी कर जुल्म,
पर मेरे पास है गमो को पीने का इल्म.

आज तेरे ही सामने लेता हु शपथ, चाहे जींदगी कीतनी भी हो कमबक्त,
फीर भी हार न मान के जीते जी मर के भी जीऊंगा हर घडी हर वक्त.

શ્વાસ અને વીશ્વાસ


સ્વાસ અને વીશ્વાસ. 
બન્નેવ ખુબ જ ખાસ.


શ્વાસ નથી તો જીંદગી પૂરી.
વીશ્વાસ વીના જીંદગી અધુરી.


શ્વાસ ને વીશ્વાસ સીક્કા ની બે બાજુ.
બન્નેવ છે હીસ્સા.  જાણે એક તરાઝુ.


શ્વાસ તો છે જીંદગી નો પાયો.
વીના વીશ્વાસ શ્વાસ કરમાયો.


શું શ્વાસ અને શું વીશ્વાસ નો અનેરો આ સંવાદ.
પણ બન્ને વીના નથી આ ભવસાગર માં સ્વાદ.


પ્રેમ એટલે શું ?


બે આંખો ના અરમાનો ની અમી,
બે ધડકતા હેયા નો એક ધબકાર,

બે ઉર્મીઓ ની એક ચાહ,
બે તડપતા દીલો ની આહ,

બે આત્માઓ નું સ્નેહમીલન,
બે પ્યાસા નયનો ની પ્યાસ,

બે અલગ-અલગ કંઠ નો એક સુર,
બે શબ્દ ને એક થવાની તાલાવેલી,

કે પરમેશ્વર ની પરમ ક્રુપા ?
કે ખુદા ની અલગારી ખુદાઇ ?

કે જુદાઇ ને નોતરતી એક વ્યથા ?
કે પછી ઉતરવીહીન એક સવાલ ?

કે જીવતે જીવ મરવાની એક સજા ?
કે પછી અંતવીહીન એક અનંતગાથા ?