29 ફેબ્રુ, 2012

જીંદગી ને રીવાઇંડ મોડમાં લાવવી છે.


જો ખુદા આપે એક જ મોકો તો ફક્ત
જીંદગી ને રીવાઇંડ મોડમાં લાવવી છે.

મદદ કરે જો કોઇ હીર એકીકરણમાં તો,
સીસકતી એક એક ક્ષણ ને સમારવી છે,

અર્પણ બધુ જ તુજ ને પામવા ખાતર,
તુજ ને પામી ને ચીરવીદાય લેવી છે.

જહન્નમ સમી આ જીંદગી માં ફક્ત આ,
આશને બસ એક જ ક્ષણ જીવાડવી છે.

યાચુ છું તુજને ઓ પરમપીતા ઇશ્વર,
નાનીસી એક પલ ને ખુબ મહાલવી છે. 

26 જાન્યુ, 2012

હવે તો લાગે છે.



માનુ છૂ કે પ્રેમ નાં બે શીત શબ્દો કેવા સરસ લાગે છે,
અગર ન મળે પ્રેમ તો ડુબતા ને પણ તરસ લાગે છે.


પ્રેમપર્ણ થકી જ તો ઉજ્જડ વન પણ વ્રુંદાવન લાગે છે,
બાકી તો લાશ ને પણ હવે લાગણીઓનુ વજન લાગે છે.


પડી ને પ્રેમ માં ટોણા-મેણા પણ ડામ પર મર્હમ લાગે છે,
બાકી હવેલી સમુ દીલેર દીલ પણ ભુતીયુ ખંઢેર લાગે છે.


સ્નેહ ની સરીતામાં નાનકડું દીલ જાણે વીરાટ વહાણ લાગે છે,
પણ એ દીલમાં પડેલા ડંખ થી રાજા પણ નીસહાય રંક લાગે છે. 


દર્દ ની સાથે કરી સમાધાન ભવ ન ડુબ્યા નો કાળો રંજ લાગે છે,
હવે તો બસ મોત સાથે ની મમતા જ આખરી પંથગમન લાગે છે.

9 નવે, 2011

વેદના


રાત પડી ને તારી યાદ આવી, 
આંખો ને તો જાણે ઉંઘ ભુલાવી,

હૈયા ને તો જાણે આભે ઝુલાવી, 
સ્નેહ સરવાણી ની કુંપળ વાવી,

તારી પાછળ તો જાત જલાવી,
શું મોહક તે પ્રેમ-રીત નીભાવી,

ક્યારેક હસાવી ક્યારેક રડાવી,
તે જ તો વફાદારી શીખડાવી,

 ના માને મન કે તુ સ્વર્ગ સીધાવી,
તુ ગઈ હૈયાને વહેતુ ઝરણૂ બનાવી.

---------------------------------  J A X   


3 ઑગસ્ટ, 2011

ખોવાયુ છે.


હરીફાઇ ના યુગમાં શાંત મન પણ ડહોળાયુ છે.
ચળકતી આ ધુળમાં માણસનું જમીર ખોવાયુ છે. 

કાળ ના ચક્ર માં બધાએ કંઈ ને કંઈ ગુમાવ્યુ છે.
પામર પ્રીતની રીતમાં લાગણીનું સેતુ ખોવાયુ છે.

શીક્ષણની ભીંસ માં મારુ બાળપણ હણાયું છે.
વીકાસની આ દોડ માં આપણાપણું ખોવાયુ છે.

પૈસાની લાલસામાં મારુ યૌવન કોહવાયું છે.
શહેર ની આ ભીડમાં કોઇ અત્તીઅંગત ખોવાયુ છે.

ગઢપણ પણ આજ સમય ના ચાકડે ચડાવાયુ છે.
જીંદગીની આ અંતવીહીન દોડ્માં કંઈ ખોવાયુ છે.
-------------------------------------------------  J A X.



11 જુલાઈ, 2011

યાચના

ધન્ય છુ હું જે પામ્યો અવતાર મનુષ્ય,
ને પામ્યો એક સુખદ દીર્ધાયુ આયુષ્ય.

ભલે જતો નહી મંદીર તુજ નામ જપવા,
પણ તૈયાર છુ તુજ નામ ખાતર ખપવા.

અંતર મહી રોપ્યો તુજ નામક એક છોડ,
બસ હવે તો છે તુજ સંગ પ્રીતી ના કોડ.

મુજને મળી જીંદગી આ એ એક સ્વર્ગ તુલ્ય,
કરી ના શકુ બયાં શું છે આનુ મુજ મન મુલ્ય.  

જો ઘડ્યો હોત મને એકતારા નો એક તાર,
તો હું ગાજી શક્યો હોત તુજ નામ નો પોકાર.

ક્ષમા ચાહુ તુજ ચરણ પડી મારી સર્વ ગુસ્તાખીની,
આપ તુ મુજને સજા નથી લાયકાત મારી માફીની.
-------------------------------------------------- ------------J A X

17 જૂન, 2011

શું છુ હું ?


મ્રુત્યુ મહીં જીવન રૂપી કણ છુ,
યુગો મહીં એક સુક્ષ્મ ક્ષણ છુ,

તરુણા યુવાની ને હું અર્પણ છુ.
મહાવ્રુક્ષ મહીં એક નાનુ પર્ણ છુ.  

કહો તો ઘણા માટે ઘરણ છુ.
અને લેણદાર નું ભરણ છુ.

દુન્યવી તત્વો નું હું દર્પણ છુ.
માન્વીય સ્નેહ ને સમર્પણ છુ

દુર્જનોને ચીત હું એક દુષણ છૂ.
પણ ધરણા નું એક પોષણ છુ. 
----------------------------- J A X

તુ હોવાનો અહેસાસ

તે જ તો છે આ દુનીયા ને મ્રુદુત્તા ઘરી,
માટે તો છે કયામત પણ સ્નેહ થી ભરી.

તુ જ તો છે યોગેશ્વર ને તુ જ તો છે યોગ,
તુ છે મારી એવો મનમાં છે અલ્પ સંયોગ.

તુ જ વ્હાલ નો દરીયો ને તુ જ મારી વેદના,
તુ જ મારી નફરત અને તુ જ મારી સંવેદના.

સુક્ષમદર્શક ય્રંત્ર થી પણ ન તુ થઈ દ્ર્શ્યમાન.
સત્ય સમુ અંજાન દ્રવ્ય જ તો છે મારુ સન્માન.

તારા હોવાને છે જે વહેમ એ જ છે કુદરત ની રહેમ,
બાકી તો શું આ જીવનામાં રૂપુ ચાંદી કે સોનું કે હેમ.
--------------------------------------------------- J A X