8 જૂન, 2011

હકીકત


એક એવી વ્યથા, જો સારી તો સોના નો તાર,
જો નરસી તો સમજો બગડ્યો માનવ-અવતાર.


શુષ્ક માનવી ને મન તો જાણે એક શુષ્ક કહાની, 
પણ કેમ કહુ કે શું મઝા છે એને જ વાગોળવાની.


માનવી માને કે ન માને પણ એ નહી ભુલાવાની,
નથી એ રેતનું લખાણ કે પાણી આવ્યે ભુસાવાની.


તો રહો સજાણ ને સજાગ, ને બનાવો એને જ ગુરૂ,
તો સુણે સમો કે  કંડારી ને કરી તમે નવી કેડી શરૂ. 


ચાહે લાખ મથામણ કર તુ ઓ વામન ઇન્સાન,
ખબર હોવા છતા તુ શું કામ થાય છે પરેશાન. 
---------------------------------------------- J A X 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો